School Development Plan
- Home
- School Development Plan
School Development Plan
પાળજ કન્યા શાળા
પૂર્વ આયોજન :
ગુણોત્સવ 2.0નું પરિણામ એ શાળાની સિદ્ધિ ક્ક્ષા જાણવા માટેનું એક યોગ્ય માધ્યમ છે. જેના આધારે શાળાની ક્ક્ષા જાણી શકાય છે. વર્ષ-22-23માં શાળા 60.21% સાથે B ગ્રેડ મેળવેલ છે. શાળાની પ્રગતિ માટે આયોજન બનાવવા પૂર્વ આયોજન જરૂરી છે. આ આયોજન કોઈ એક વ્યક્તિ કરે તેના કરતાં બધા ભેગા મળી કરે તો બધાના વિચારોથી એક યોગ્ય આયોજન થઇ શકે.
શાળાની સિદ્ધિ કક્ષામાં કચાશ રહેવાના કારણો શું હોઈ શકે.?
- શિક્ષકોની શાળા પ્રત્યેની ભાવના.
- ગામલોકોની શાળા પ્રત્યેની ભાવના.
- સુવિધાનો અભાવ.
- અયોગ્ય શિક્ષણ પધ્ધતિ.
- વાલીઓની નિષ્કાળજી.
- માર્ગદર્શનનો અભાવ.
- આયોજનનો અભાવ.
બાળકની સિદ્ધિ કક્ષામાં કચાશ રહેવાના કારણો શું હોઈ શકે?
- બાળકની શાળામાં ગેરહાજરી : ગે.હા.રહેવા માટેનું કારણ.
- શાળામાં આવે છે પણ ભણવું ગમતું નથી.
- સમજનો અભાવ : પુર્વજ્ઞાન નથી / વિષયવસ્તુ સમજાતું નથી.
- શિક્ષક ભણાવતા નથી. / શિક્ષકની પધ્ધતિ અનુકુળ નથી.
- પુરતું સાહિત્ય નથી./સાહિત્યના ઉપયોગની સમજ નથી.
- વાચન-લેખન-ગણનથી આગળ વિશેષ ભણાવાતું નથી./સમય મળતો નથી.
- શાળા પાસે વ્યવસ્થિત આયોજન નથી.
આ બધું જ વિચારી શાળાના વિકાસ માટે શાળાને કોણ મદદરૂપ થશે? કેવી રીતે થશે?
શાળાના હિતમાં જ પોતાનું હિત સમાયું હોય એવા વાલીઓ આ માટે શાળાને મદદરૂપ બને.
જે પોતાના બાળકના વિકાસ અર્થે શાળાની સાથે રહેશે. આ માટે એસ.એમ.સી.અને બીજી ગામની વ્યક્તિઓ સાથે સહકારની અપેક્ષા સાથે તા.10/06/2023ના રોજ આયોજન બેઠક યોજવામાં આવી. જેમાં,દરેક વ્યક્તિ પાસે શાળાની અપેક્ષા પણ નક્કિ કરવામાં આવી. કામગીરી વિચારવામાં આવી. જે યોજના આ મુજબ છે. જે મુજબ કામ કરવું/કરાવવું અને સમયાંતરે સમીક્ષા કરી તેમાં સુધારા કરવામાં આવશે. વર્ષના અંતે યોજનાનું મૂલ્યાંકન કરવું. પરિણામ જોઈ તેના આધારે નવા વર્ષ માટે ફરીથી વિચારી તેમાં ઉમેરો કરી હજુ આગળ વધવા પ્રયત્નો કરવા.
આયોજન સમિતિ
ક્રમ | નામ | હોદ્દો | અભ્યાસ | કામગીરી | સહી |
1 | સંગીતાબેન સુરેશભાઈ પરમાર | સરપંચ | ગામ/ગ્રા.પં.નો સહકાર | ||
2 | ચતુરભાઈ ભીખાભાઈ પરમાર | SMCઅધ્યક્ષ | હાજરી સુધારણા | ||
3 | સ્નેહલબેન ભાનુભાઈ પરમાર | આચાર્ય | પીટીસી/બીએ | આયોજન અને અમલ | |
4 | ચાંદનીબેન વિજયભાઈ પરમાર | SMC સભ્ય | ધો.12 | હાજરી સુધારણા | |
5 | અશોકભાઈ રતિલાલ સુથાર | શિક્ષણવિદ્દ | પીટીસી | આયોજન-માર્ગદર્શન | |
6 | ભાવનાબેન સંજયભાઈ પરમાર | SMC સભ્ય | હાજરી સુધારણા | ||
7 | પ્રેમીલાબેન રમેશભાઈ પઢિયાર | SMC સભ્ય | હાજરી સુધારણા | ||
8 | સેજલબેન રાકેશકુમાર મકવાણા | SMC સભ્ય | હાજરી સુધારણા | ||
9 | હેતલબેન દેવરાજભાઈ લુહાર | SMC સભ્ય | હાજરી સુધારણા | ||
10 | નીરૂબેન રમેશભાઈ નાયક | SMC સભ્ય | હાજરી સુધારણા | ||
11 | મીનાબેન મહેશભાઈ રબારી | SMC સભ્ય | હાજરી સુધારણા | ||
12 | કનુભાઈ ચંદુભાઈ પરમાર | SMC સભ્ય | હાજરી સુધારણા | ||
13 | રાકેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ | સમયદાતા | જરૂરમુજબ શૈક્ષ.કાર્ય | ||
14 | મહેશભાઈ રતિલાલ પટેલ | આર્થિક સહાયક | જરૂરમુજબ આ.સહયોગ | ||
15 | સુશીલાબેન મુસાભાઈ ટેલર | શિક્ષક | પીટીસી | આયોજન અને અમલ | |
16 | રાકેશકુમાર ડાહ્યાભાઈ મકવાણા | શિક્ષક | પીટીસી/બીએ | આયોજન અને અમલ | |
17 | જ્યોત્સનાબેન લાલજીભાઈ પરમાર | શિક્ષક | પીટીસી | આયોજન અને અમલ | |
18 | જીજ્ઞાશાબેન શીવાભાઈ મકવાણા | શિક્ષક | સીપીએડ | આયોજન અને અમલ |
શાળાની અપેક્ષા :
- સૌ ભણે ,સૌ સક્રિય બને.
- સુવિધા સાથે નિયમિત ભણે.
- 100 % બાળકો વાચન –લેખન-ગણન યોગ્ય અર્થગ્રહણ સાથે કરે.
- 80% બાળકો 65%થી ઉપર સિદ્ધિ મેળવે.
- બધાજ બાળકો 50%થી ઉપર સિદ્ધિ મેળવે.
શાળા હાલ ક્યાં છે? તે જાણવું.
શાળાની હાલની પરિસ્થિતિ – શાળાના વિકાસ માટે વિચારીએ ત્યારે શાળાનું મકાન,શાળા પાસે ઉપલબ્ધ શૈક્ષણિક સાધનો – સુવિધા, શાળાના શિક્ષકોની ક્ષમતા, બાળકોની હાલની સિદ્ધિ ક્ક્ષા વિશે વિચારવું પડે. આ માટે અગાઉની કસોટીના પરિણામો, હાલનું નિદાન અને ઉપચારાત્મક કાર્યને આધારે બાળકોની સિદ્ધિ કક્ષા નક્કિ કરવી. બાળકોની સિદ્ધિ ક્ક્ષા માટે વાચન-લેખન-ગણનમાં બાળકોની હાલની સ્થિતિ અને અધ્યયન નિષ્પત્તિ સિદ્ધિમાં હાલની સ્થિતિ વિશે જાણવું.
પાળજ કન્યાશાળા વાર્ષિક પરિણામ 2022 -23
ધોરણ | ગ્રેડ | ગ્રેડ આધારે વિશેષ જરૂરિયાત વાળા બાળકો | ||||
A | B | C | D | E | ||
1 | 03 | 13 | 21 | – | – | 21 |
2 | 05 | 16 | 15 | – | – | 15 |
3 | 01 | 08 | 08 | 05 | 07 | 12 |
4 | 07 | 01 | 07 | 14 | 06 | 20 |
5 | 09 | 03 | 06 | 07 | 00 | 07 (બીજી શાળામાં) |
કુલ | 25 | 41 | 57 | 26 | 13 | 75 |
ટકાવારી | 16% | 25% | 35% | 16% | 8% | 46% |
અધ્યયન નિષ્પત્તિ સિદ્ધિ કક્ષામાં શાળાની 46% બાલિકાઓ વિશેષ જરૂરિયાત ધરાવે છે.
ક્રમ | હાલનું ધોરણ | નામ | મેળવેલ ટકા | ગ્રેડ |
1 | 5 | અંજલિ હર્ષદભાઈ પરમાર | 44.60 | D |
2 | 5 | ધરતી રમેશભાઈ પરમાર | 42.10 | D |
3 | 5 | દિપીકા વિઠ્ઠલભાઈ વાઘરી | 39.80 | D |
4 | 5 | હિમાની અરવિંદભાઈ પરમાર | 45.50 | D |
5 | 5 | કાજલબેન ભરતભાઈ પરમાર | 44.90 | D |
6 | 5 | ખુશ્બુબેન ચંદુભાઈ પરમાર | 49.50 | D |
7 | 5 | માલા શૈલેષભાઈ રાવળ | 45.90 | D |
8 | 5 | મમતાબેન પ્રતાપભાઈ પરમાર | 28.70 | E |
9 | 5 | મનીષા રણજીતભાઈ પરમાર | 36.00 | D |
10 | 5 | નિધીબેન વિષ્ણુભાઈ પરમાર | 42.80 | D |
11 | 5 | પાયલબેન વિજયભાઈ વાઘેલા | 42.90 | D |
12 | 5 | પીયાબેન ઉપેન્દ્રભાઈ પરમાર | 36.80 | D |
13 | 5 | રીનાબેન વાલજીભાઈ તળપદા | 37.80 | D |
14 | 5 | સપના પ્રવીણભાઈ પઢિયાર | 34.40 | E |
15 | 5 | સપનાબેન દિનેશભાઈ પરમાર | 32.90 | E |
16 | 5 | શિવાની પ્રકાશભાઈ કુશવા | 32.60 | E |
17 | 5 | તનીષા મહેશભાઈ સોલંકી | 21.90 | E |
18 | 5 | તુલસીબેન રાજેશભાઈ પરમાર | 39.80 | D |
19 | 5 | વૈશાલીબેન ગોવિંદભાઈ પરમાર | 48.60 | D |
20 | 5 | વૈશાલીબેન વિજયભાઈ ગોહેલ | 22.70 | E |
ક્રમ | હાલનું ધોરણ | નામ | મેળવેલ ટકા | ગ્રેડ |
1 | 4 | ભારતીબેન રાજેશભાઈ પરમાર | 33.50 | E |
2 | 4 | ભૂમિકા અજીતસિંહ સોલંકી | 32.13 | E |
3 | 4 | ધરતીબેન રાજેશભાઈ પરમાર | 33.50 | E |
4 | 4 | દિવ્યા સંજયભાઈ પરમાર | 40.00 | D |
5 | 4 | જાનકી કનુભાઈ ચુનારા | 31.80 | E |
6 | 4 | જીનલ અશોકભાઈ પરમાર | 46.75 | D |
7 | 4 | કાજલબેન કાન્તીભાઈ પરમાર | 34.25 | E |
8 | 4 | માહી મુકેશભાઈ રબારી | 39.25 | D |
9 | 4 | પાયલબેન જયંતીભાઈ વાઘેલા | 46.88 | D |
10 | 4 | પુજાબેન માધવસિંહ પરમાર | 35.75 | D |
11 | 4 | પ્રિયાંશી નરેશભાઈ પરમાર | 32.88 | E |
12 | 4 | વૈશાલી નરેન્દ્રભાઈ પરમાર | 33.50 | E |
ક્રમ | હાલનું ધોરણ | નામ | ગ્રેડ |
1 | 3 | અનિતા વિનુભાઈ પરમાર | C |
2 | 3 | ચેતનાબેન વિનુભાઈ પરમાર | C |
3 | 3 | હેતલબેન મનુભાઈ પરમાર | C |
4 | 3 | હેતલબેન સુરેશભાઈ પરમાર | C |
5 | 3 | હિરલ કેતનભાઈ વાઘેલા | C |
6 | 3 | ઈશાની આશિષભાઈ પરમાર | C |
7 | 3 | જાનવી કનુભાઈ પરમાર | C |
8 | 3 | જીનલ જયંતીભાઈ પરમાર | C |
9 | 3 | માનસી દિનેશભાઈ પરમાર | C |
10 | 3 | નિયતિ અરવિંદભાઈ પરમાર | C |
11 | 3 | નિયતિ જીવાભાઈ પરમાર | C |
12 | 3 | પારુલ કનુભાઈ પરમાર | C |
13 | 3 | રિધ્ધિ ભાઈલાલભાઈ પરમાર | C |
14 | 3 | સાવિત્રીબેન કનુભાઈ પરમાર | C |
15 | 3 | વૈશાલી સંતોષભાઈ રાઠોડ | C |
ક્રમ | હાલનું ધોરણ | નામ | ગ્રેડ |
1 | 2 | દેવાંશી હરીશભાઈ મકવાણા | C |
2 | 2 | ધર્મિષ્ઠાબેન રમેશભાઈ સોલંકી | C |
3 | 2 | દિવ્યા અરવિંદભાઈ પરમાર | C |
4 | 2 | દિવ્યા કનુભાઈ પરમાર | C |
5 | 2 | દિવ્યા વિક્રમભાઈ પરમાર | C |
6 | 2 | દિયા મહેન્દ્રસિંહ પરમાર | C |
7 | 2 | હિરલ અજીતભાઈ સોલંકી | C |
8 | 2 | જાનકીબેન રાજેશભાઈ પરમાર | C |
9 | 2 | કાવ્યા કલ્પેશભાઈ પરમાર | C |
10 | 2 | મહિમાબેન દિનેશભાઈ પરમાર | C |
11 | 2 | નિકિતા રાવજીભાઈ પરમાર | C |
12 | 2 | નિશાબેન ઘનશ્યામભાઈ વાઘેલા | C |
13 | 2 | પીનલબેન અમિતભાઈ પરમાર | C |
14 | 2 | પ્રીયાન્સી દેવરાજભાઈ લુહાર | C |
15 | 2 | પ્રિયા પ્રવીણભાઈ પઢિયાર | C |
16 | 2 | રીન્કુ વિપુલભાઈ વાઘેલા | C |
17 | 2 | શ્રેયા કનુભાઈ પરમાર | C |
18 | 2 | સુહાની પ્રકાશભાઈ કુશવા | C |
19 | 2 | તન્વી ભદ્રેશભાઈ પરમાર | C |
20 | 2 | વૈશાલીબેન પ્રકાશભાઈ પરમાર | C |
21 | 2 | યામિની વિજયભાઈ તળપદા | C |
ઉપર મુજબ શાળાના 46% બાળકો 50%થી ઓછા ગુણ મેળવેલ છે. આ બાળકોનું પરિણામ ઓછું આવવા માટેનું કારણ જાણીએ. આ માટે ઘણા કારણ હોઈ શકે. પરંતુ સૌ પ્રથમ આ બાળકોને વાચતા-લખતા બરાબર આવડે છે?
વાચન અને તેનું અર્થગ્રહણ એ વિષયવસ્તુને સમજવા માટેનું પ્રથમ પગથિયું છે. સાંભળેલી –વાચેલી બાબતનું અર્થગ્રહણ કર્યા વિના અધ્યયન નિષ્પત્તિનું જ્ઞાન મેળવી શકશે નહિ. માટે આ બાળકોમાંથી કેટલા બાળકો વાચન-લેખન-ગણનમાં કચાશ ધરાવે છે તે જાણીએ. વાચન ના કરી શકનારની અધ્યયન નિષ્પત્તિમાં કચાશ જ રહેવાની છે. આ માટે વાચન-લેખન-ગણન બાબતે નિદાન કરી પ્રથમ તેનું આયોજન થાય તે જરૂરી છે. પરંતુ, વાચન-લેખન-ગણનનું સામાન્ય જ્ઞાન એ તો ધોરણ 1 અને ધોરણ 2 પૂર્ણ કરનાર બાળક માટે અપેક્ષિત છે. ધોરણ 3 થી 5 માં વાચન-લેખન-ગણન કરાવવાથી જે તે ધોરણનો અપેક્ષિત અભ્યાસ અટકી જવાની સંભાવના રહે છે. જેથી, જે તે ધોરણનો અભ્યાસ અટકે નહિ તે પણ ધ્યાને લઈશું. આ માટે સૌ પ્રથમ FLN માટે આણંદ જિલ્લાએ નક્કિ કરેલ ફોર્મેટ મુજબ બાળકોની સિદ્ધિ જાણીએ. અને તેના આધારે ઉપચારાત્મક કાર્યનું આયોજન કરીએ. એવું આયોજન થાય કે બાલિકા વાચન-લેખન-ગણન અને અધ્યયન નિષ્પત્તિ બંને સાથે શીખે ને આગળ વધે.
શાળાના શિક્ષકો માટે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે, FLN એ એક ઝુંબેશરૂપ કાર્યક્રમ છે.જેથી ઉપલી કક્ષાએથી સમયાંતરે / દર માસના અંતે પ્રગતિના આંકડા માંગવામાં આવે છે. આ આંકડાકીય માહિતી આપણું પરિણામ બગાડી જાય છે. જેથી સારા નહિ પણ સાચા દેખાવાનો આગ્રહ રાખીએ અને આંકડાને નહીં પણ બાળકને ધ્યાનમાં રાખી કામ થાય.
શાળાની શૈક્ષણિક સિદ્ધિની ક્ક્ષા ઉપરોક્ત પરિણામ પરથી મળે છે. આ પરિણામમાં સુધારો લાવવા પ્રયત્નો કરીએ તો તેના માટે શાળામાં શું સુવિધા ઉપલબ્ધ છે તે પહેલાં જાણીએ. સુધારા માટેના પ્રયત્નો માટે કોઈ જરૂરિયાત હોય તો તેનું પણ આયોજન કરી શકાય.
શિક્ષકો અને બાળકોની સંખ્યા:
ધોરણ | બાલવાટિકા | 1 | 2 | ૩ | 4 | 5 | કુલ |
રજિ.સંખ્યા | 27 | 01 | 38 | 39 | 29 | 36 | 170 |
શિ.ની સંખ્યા | 01 | 00 | 01 | 01 | 01 | 01 | 05 |
|
|
|
|
|
|
| જરૂરિયાત -1 |
કુલ રૂમ અને ટ્યૂબલાઇટ :
રૂમ-01 | રૂમ-02 | રૂમ-03 | રૂમ-૦4 | રૂમ-05 | રૂમ-06 | કુલ |
2 | 2 | 2 | 2 | 2 | 1 | 15 |
રૂમ-07 | રૂમ-08 |
|
|
|
|
|
2 | 2 |
|
|
|
| બરાબર છે |
કુલ પંખા :
રૂમ-01 | રૂમ-02 | રૂમ-03 | રૂમ-૦4 | રૂમ-05 | રૂમ-06 | કુલ |
4 | 4 | 4 | 4 | 4 | 1 | 27 |
રૂમ-07 | રૂમ-08 | સ્ટેન્ડ પંખા |
|
|
|
|
2 | ૩ | 2 |
|
|
| સીલીગ ફેન જરૂરિયાત -1 |
કુલ બેંચીસ :
રૂમ-01 | રૂમ-02 | રૂમ-03 | રૂમ–૦4 | રૂમ-05 | રૂમ-06 | કુલ |
0 | 0 | 0 | 17 | 13 | 0 | ૩3 |
રૂમ-07 | રૂમ-08 |
|
|
|
|
|
3 | 0 |
|
|
|
| જરૂરિયાત નથી |
કુલ ઢાળીયા :
રૂમ-01 | રૂમ-02 | રૂમ-03 | રૂમ–૦4 | રૂમ-05 | રૂમ-06 | કુલ |
38 | 32 | 27 | 00 | 01 | 02 | 100 |
ગ્રીન બોર્ડ :
રૂમ-01 | રૂમ-02 | રૂમ-03 | રૂમ–૦4 | રૂમ-05 | કુલ | રૂમ-06 |
1 | 1 | 1 | 1 | 1 | 5 | જરૂરિયાત -1 |
આપત્તિ વ્યવસ્થાપન માટેની સામગ્રી:
લાઈટ ફીટીંગ | ફાયર સેફટી રીફીલ | ફાયર સ્ટેન્ડ | દોરડું | છતના પતરાં | પાણી અને પાઈપ | ડોલ | મકાનની દીવાલો | શાળાનો નકશો | બાળકના ઘરના સંપર્ક માટે |
બંધ અને સુરક્ષિત
| 2 બોટલ ભર્યા તા. 01/12/22 | 4 ડોલ રેતી સાથે | 60 ફૂટ | જુન-23 માં ચકાસણી અને ફીટીંગ | 6 ટાંકી/ 100 ફૂટ પાઈપ | 10 | પાકી સુરક્ષિત | સુરક્ષિત સ્થળના નિર્દેશ સાથે | વોટ્સઅપ ગ્રુપ/તમામના મો.નં. |
ગ્રાઉન્ડની વિગતો :
- પેવર બ્લોક/આરસીસી રોડ : લંબાઈ 60 ફૂટ : X પહોળાઈ 50 ફૂટ
- બગીચા / લોન નો એરિયા : લંબાઈ :5 ફૂટ X પહોળાઈ: 50 ફૂટ
- ગ્રાઉંડમાં રહેલ માટીવાળો ભાગ : લંબાઈ : 12 ફૂટ X પહોળાઈ: 10 ફૂટ
ટોઈલટે બ્લોક ની વિગતો :
કન્યા : કુલ ટોઇલેટ :૦2 સાદું: ૦1 ઊભું/વેસ્ટર્ન : ૦1 કુલ :૦2
કુલ પેશાબખાના : 8 , સ્લેબવાળા : 2, શેડવાળા : 06
કમ્પાઉન્ડ વોલ ની વિગતો :-
- બનેલ છે : 60 ફૂટ
- બાકી છે : 241 ફૂટ, ફેન્સીંગ કરેલ છે.
પીવાના પાણી ની વિગતો :
- પાઇપલાઇન: હા
- પાઇપલાઇન ટાંકી સાથે : હા
- હાથ ધોવાના નળ : 17
ડીજીટલ માધ્યમ:
- ઈન્ટરનેટ , સ્માર્ટ ક્લાસ- પ્રોજેક્ટર , ટી.વી., કમ્યુટર, બાયસેગ.
- ધોરણવાર વોટ્સઅપ ગ્રુપ.
શાળાની હાલની પરિસ્થિતિથી આગળ વધવા માટે અવરોધરૂપ પરિબળ શું હોઈ શકે ?
વર્ષ – 2022 -23 માં 80%થી ઓછી હાજરીવાળા બાળકો
ક્રમ | હાલનું ધોરણ | નામ | હાજરીના દિવસ | હાજરીના ટકા |
1 | 2 | પરમાર દિવ્યા અરવિંદભાઈ | 138 | 59.23 |
2 | 2 | હિરલ અજીતસિંહ સોલંકી | 180 | 77.25 |
3 | 2 | પરમાર કાવ્યા કલ્પેશકુમાર | 161 | 69.10 |
4 | 2 | પરમાર નિકિતા રાવજીભાઈ | 154 | 66.09 |
5 | 2 | લુહાર પ્રીયાન્સીબેન દેવરાજભાઈ | 134 | 57.51 |
6 | 2 | પરમાર શ્રેયા કનુભાઈ | 160 | 68.67 |
7 | 2 | સીવન્યા સુરેશભાઈ પરમાર | 168 | 72.10 |
8 | 2 | કુશવા સુહાની પ્રકાશભાઈ | 136 | 58.37 |
9 | 2 | પરમાર તન્વી ભદ્રેશભાઈ | 137 | 58.80 |
10 | 2 | યામિની વિજયભાઈ તળપદા | 166 | 71.24 |
11 | 2 | જાનકી સુરેશભાઈ પરમાર | 177 | 75.97 |
12 | 3 | જાનવી કનુભાઈ પરમાર | 149 | 63.95 |
13 | 3 | જીનલ જયંતીભાઈ પરમાર | 118 | 50.64 |
14 | 3 | માનસી દિનેશભાઈ પરમાર | 94 | 40.34 |
15 | 3 | રાજેશ્વરી જગદીશભાઈ પરમાર | 168 | 72.10 |
16 | 3 | રિધ્ધિ ભાઈલાલભાઈ પરમાર | 183 | 78.54 |
17 | 4 | અંશિકા નીરજકુમાર કુશવા | 180 | 77.25 |
18 | 4 | ભૂમિકા અજીતસિંહ સોલંકી | 167 | 71.67 |
19 | 4 | દિવ્યા સંજયભાઈ પરમાર | 179 | 76.82 |
20 | 4 | જાનકી કનુભાઈ ચુનારા | 156 | 66.95 |
21 | 4 | માહી મુકેશભાઈ રબારી | 134 | 57.51 |
22 | 5 | દિપીકા વિઠ્ઠલભાઈ વાઘરી | 155 | 66.52 |
23 | 5 | મમતાબેન પ્રતાપભાઈ પરમાર | 159 | 68.24 |
24 | 5 | તનીષા મહેશભાઈ સોલંકી | 129 | 55.36 |
25 | 5 | વૈશાલીબેન વિજયભાઈ ગોહેલ | 144 | 61.80 |
અવરોધ અને તેના ઉપાય:
֎ અનિયમિતતા –શાળાનું કામ નિયમિતતા સાથે થાય .
- સૌ સમયસર શાળાએ આવે.
- પ્રાર્થના સંમેલનમાં ભાગ લે.
- બાળકોની હાજરી વધે. શિક્ષકને જાણ કરીને જ ગે.હા. રહે.
- રોજનું કામ રોજ થાય.
- વાલી જાગૃતિ.
֎ નિષ્ક્રિયતા – બાળકો ,શિક્ષકો,વાલીઓની નિષ્ક્રિયતા એ અવરોધરૂપ બની શકે.
- સૌ સક્રિય રહે / સૌને સક્રિય બનાવવા માટે શાળાની વિવિધ કામગીરીની ફાળવણી કરીએ.
- શાળામાં સફાઈ કામ માટે લીલાબેન કામ કરે છે. પરંતુ વર્ગ સફાઈ –કચરો વાળવો, પોતું કરવું બાળકો પાસે કરાવવું.
- બાળકો / શિક્ષકો / એસ.એમ.સી. સભ્યોને વિવિધ સમિતિમાં સામેલ કરવા.
- એસ.એમ.સી.દ્વારા સમયાન્તરે થતી કામગીરીનું નિરિક્ષણ થાય.
֎ અન્ય કામગીરી – અલગ-અલગ માહિતી /પત્રકો /ઓનલાઈન એન્ટ્રી.
- FLN : દર માસના અંતે પ્રગતિની માહિતી માંગવામાં આવે છે. સતત સર્વગ્રાહી મૂલ્યાંકન દ્વારા પ્રગતિની નોંધ રાખવી.
- સમયપત્રક – તાસ ફાળવણી એવી રીતે કરવી કે જેથી કોઈ દફતરી કાર્ય કરવામાં શૈક્ષણિક કાર્ય અટકે નહિ.
- ઓનલાઈન / પત્રકની કામગીરી તાસ ફાળવણીમાં આયોજન કરેલ શિક્ષકે જ કરવી.
֎ યોગ્ય આયોજનનો અભાવ – શાળાની દરેક પ્રવૃત્તિ માટે આયોજન હોય.
- શાળામાં થતી પ્રવૃત્તિઓ કયા સમયે એટલે કે ક્યારે કરવી તે નક્કિ હોય.
- પ્રવૃત્તિ પ્રવૃત્તિ માટે નહિ પણ અધ્યયન નિષ્પત્તિની સિદ્ધિ માટે હોય.
- વાર્ષિક કેલેન્ડર બનાવવું.
- એકમ કસોટી ચકાસણી, ઓનલાઈન એન્ટ્રી –ઉપચારાત્મક કાર્ય અને પુન:કસોટી બીજી કસોટી પહેલાં પૂર્ણ થાય.
֎ વાલીની અજ્ઞાનતા – વાલી શાળાની કામગીરીથી સંપૂર્ણ વાકેફ હોય.
- સમયાંતરે વાલી મિટિંગનું આયોજન થાય.
- વાલીને બાળકની એકમ કસોટીની નોટબુક, સત્રાંત કસોટીની જવાબવહી બતાવવી-સમજ આપવી.
- અવાર નવાર વાલી મુલાકાત. રૂબરૂ ના થાય તો ફોન દ્વારા શિક્ષક –વાલીનો સંપર્ક જળવાયેલો રહે.
- શાળાની અન્ય પ્રવૃત્તિઓમાં વાલીને સામેલ કરવા.