બાળકલક્ષી સરકારી યોજના લાભ અને માર્ગદર્શન

બાળક શાળામાં આવે છે. વર્ષ દરમિયાન સરકાર તરફથી મળતી શિષ્યવૃતિ અને ગણવેશ સહાય ૧૦૦% બાળકોને મળે તે માટે શાળા સંપૂર્ણ કાળજી રાખે છે.

ઉપરાંત, ૧ કિ.મી. થી વધુ અંતરેથી આવતા બાળકોને શાળાએ આવવા-જવા માટે ફ્રી ટ્રાન્સપોર્ટેશન મળી રહે તે પણ શાળા તરફથી  આયોજન કરવામાં આવેલ છે.

અભ્યાસ કરતા બાળકના માતા-પિતાનું મૃત્યુ થાય તો તે બાળક પોતાના બીજા સગા-સબંધી સાથે રહી ઉછરે છે. આવા બાળકને તકલીફ ના પડે તે હેતુસર સરકારશ્રી દ્વારા પાલક માતા-પિતા યોજના શરુ કરી છે. જેમાં બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી દર મહીને રૂપિયા ૩૦૦૦/- સહાય મળે છે.

આપણા ગામના ૩ કુટુંબના કુલ ૮ બાળકોને શાળા તરફથી આ સહાય માટે ગોઠવણ કરી આપવામાં આવી છે.

આમ, આપણા ગામની શાળા બાળકને અક્ષરજ્ઞાનની સાથે-સાથે

  • જીવન ઘડતર
  • વિવિધ કૌશલ્યની તાલીમ
  • જીવન જીવવા માટે જરૂરી સહાય

જેવી જરૂરિયાતો માટે પણ હમેશા પ્રયત્નશીલ રહે છે.