About School

પાળજ ગામ

સૌ પ્રથમ પાલાજી રબારીનો નેસડો હતો

ત્યાર પછી હીરામણ વણઝારાએ વાવ બનાવી અને પોતાના કુળદેવી વહાણવટી સિકોતર માતાજીની સ્થાપના કરી.

ત્યાર પછી ધીરાભાઈ પટેલ બારેજાથી આવીને વસ્યા અને પાળજ ગામનો વિકાસ થયો.

આ ગામમાં ગામની દીકરીઓને શિક્ષણ મળી રહે તેવી ઉમદા ભાવના સાથે સ્વ. શ્રી મથુરભાઈ રણછોડભાઈ પરિવારે પોતાની જમીનમાં શાળા બંધાવી.

(પરિવારનો જુનો ફોટો)

પાળજની દીકરીઓ માટે સ્વ. શ્રી મથુરભાઈ રણછોડભાઈ પટેલે
જોયેલું સ્વપ્ન એટલે -
હરખાબા મથુરભાઈ રણછોડભાઈ પટેલ પાળજ કન્યા શાળા
શાળાની સ્થાપના તા. ૩૧-૦૮-૧૯૫૩

આ પરિવારના હાલના સભ્યો

શ્રી ભાસ્કરભાઈ ઈશ્વરભાઈ પટેલ

શ્રી નગીનભાઈ પરશોત્તમભાઈ પટેલ

શ્રી વિશાલભાઈ જગદીશભાઈ પટેલ

હાલ, ગામમાંથી શાળાના શુભેચ્છક – હંમેશા સાથે રહેનાર

શ્રી રાકેશભાઈ પટેલ

શ્રી પ્રવિણભાઈ પરમાર

શ્રી મહેશભાઈ પટેલ

આ શાળામાં હાલ ૧૭૦ કન્યાઓ અભ્યાસ કરે છે. 

જેમાં ૧ પુરુષ અને ૪ સ્ત્રી એમ ૫ શિક્ષકો કામ કરી રહ્યા છે.

(શાળાનો સ્ટાફ)
શ્રી સ્નેહલબેન (આચાર્ય) અને રાકેશભાઈ

શિક્ષક દંપતી સાથે જ ફરજ બજાવે છે. એમના માટે તો – શાળા એજ ઘર છે.